ભાવાત્મકતા એટલે શું ?


મૂળ વિચાર એવો છે કે બધું મન માં શરૂ થાય છે . મન માં જ વિચાર આવે છે અને પછી એક્શન માં આવે. યુદ્ધ થી લઈને નાનકડી એક્શન ની શરૂઆત મન માં ચાલતા વમળો થકી જ થાય છે

ભાવાત્મકતા એટલે બે વસ્તુઓ પર કામ કરવું

1. તમારી અંદર કેવા કેવા ભાવ છે ? ક્યારે કયો ભાવ થાય છે ? અને આ ભાવો ને સાક્ષી ભાવે જોઈ કેવી રીતે વધારે ચોઈસ ફૂલ બની શકાય એ શીખવું.

ચોઇશ કઈ રીતે કરવાની એ 'ધાર્મિકતા' માંથી આવે. ધાર્મિકતા કેવી રીતે ઉપજે તે થોડુંક રહસ્યમય છે.

જેટલી વધુ સંવેદનશીલતા હોય એટલો ડેટા વધુ જશે
જેટલા નિર્ણય લેવાની પ્રેકટીશ કરીએ
ઓવર ઓલ જગતની સમજણ

2. ભાવનો રસ લેતા શીખવવું. ભાવ માં વહી નહીં જવાનું પણ રસ લેવાનો .

અદભુત રસ , રૌદ્ર રસ... ફિલ્મ જોતા હોય તો વિવિધ રસ ટ્રીગર થાય પણ આપણે એની મજા લઈએ એમાં વહી ના જઈએ.
એમ પહેલા જ્યાં અને જેવી રીતે રસ લેતા થઇએ તે લેવાનો પછી ધીમે ધીમે પરિશુદ્ધ આનંદ તરફ જવાનું. જેમાં પછી નાની વસ્તુઓ, રોજિંદી વસ્તુઓ માંથી પણ આનંદ લેતા શીખવાનું.

આ જ છે 'એસ્થેટિક્સ'

પોતાની સાથે રહેતા , એટલે કે 'આનંદ' સ્થાયી ભાવ માં રહેતા શીખવું, આજુબાજુ ઘટનાઓ માંથી આનંદ લેતા શીખવું

---

આ ભાવાત્મકતા ને શિક્ષણ માં કેવી રીતે લાવવી :

- નાની ઉંમર માં સંવેદના તંત્ર ઉપર કામ કરવું. એટલે કે ઇન્દ્રિયો ઉપર કામ કરવું જેથી ભાવ ગ્રહણ કરવાની ક્ષમતા વધે.
- વિવિધ પ્રકારની કલાઓ દ્વારા ભાવ નો રસ લેતા કરવા.
- થોડાકે મોટા થાય એટલે સિસ્ટમ થીંકીંગ , પર્યાવરણ માં જે જોડાણ છે એ બધા પર કામ કરવું
- ક્રિટિકલ થીંકીંગ શીખવવું
Report abuse